મોરબી : વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં જ્વલંત સિદ્ધિ

- text


મોરબી : સ્કેથેલોન સ્પ્રિંટ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ચોથી સ્કેટિંગ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી મોરબી શહેરની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ – ઘુનડાના કુલ ૨૨ ખેલાડીઓની પસંદગી થયેલ હતી. જેમાં ૧૬ ખેલાડી ભાઈઓ તેમજ ૬ ખેલાડી બહેનોની ટિમ સાથે ગુજરાત રાજ્યના કોચ તરીકે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના પરેશભાઈ ચાંક અને મેનેજર કુમાર સરની આગેવાની હેઠળ મોરબીના આ ખેલાડીઓ ગોવાના પણજી ખાતે રમવા ગયા હતા. જેમાં ભારતભરમાંથી લગભગ એક હજારથી વધુ ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો.

- text

આ સ્પર્ધામાં ગુજરાતના ફાળે કુલ ૧૯ મેડલો મેળવેલ હતા. જેમાં ૦૪ ગોલ્ડ, ૦૯ સિલ્વર, ૦૬ બ્રોન્ઝ મેડલો મેળવેલ હતા. અને તે તમામ મેડલ મેળવનાર ખેલાડીઓ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે A-1 સ્પોર્ટ્સ એકેડમીના ખેલાડીઓ હતા. આ તકે શાળાના ટ્રસ્ટી કૃણાલભાઈ મેવા, પ્રિન્સીપાલ બીનાબેન ઠક્કર સાથે તમામ સ્ટાફગણોએ અને A-1 સ્પોર્ટ્સ એકેડમીના સંચાલક સમીરભાઈ આચાર્ય હર્ષની લાગણી સાથે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

- text