વાઘરવામાં નિવૃત પોલીસ જમાદારના પુત્રના લગ્નમાં ભડાકા થયા હતા : વિડિઓ એફએસએલમાં મોકલાયો

- text


બાર બોરની બંધુકથી વરઘોડામાં ફાયરિંગ થતા પોલીસે તપાસમાં ઝંપલાવ્યું

મોરબી : ગત તારીખ 14 ફેબ્રુઆરીના રોજ માળીયા મી.ના વાઘરવા ગામે એક લગ્નના વરઘોડામાં જાનૈયાઓ દ્વારા જાહેરમાં ધડાધડ ફાયરિંગ થતું હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ બનાવની તપાસ શરૂ કરી વાયરલ વિડીઓને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.

- text

આ મામલે મોરબી એસ.પી. ડૉ.કરનરાજ વાઘેલાએ આજે બપોરે એક પ્રેસ કોંફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે માળીયામી.ના વાઘરવા ગામે લગ્ન પ્રસંગમાં બનેલી ફાયરિંગના વાયરલ થયેલા વિડીઓની પ્રાથમિક તપાસમાં ગત 14 તારીખે નિવૃત પોલીસકર્મી કિશોરસિંહ ભરતસિંહ જાડેજાના પુત્ર સત્યપાલના લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં બાર બોરની બંધુકો દ્વારા જાહેરમાં ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. લોકોની ઝીંદગી જોખમાય એ રીતે ફાયરિંગ કરવાનો વાયરલ થયેલો વિડીઓ જોઈ પોલીસ આ બનાવમાં સબંધીતોના નિવેદનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે. અને સોસિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીઓને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે.

- text