વાંકાનેર : અજાણી કાર હડફેટે બાળાનું કરુણ મોત

- text


વાંકાનેર : વાંકાનેરના ગારીડા ગામે અજાણી કારની હડકેટે બાળાનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા ગનીમામદભાઇ હાજીભાઇ પરાસરા ઉ.વ. ૫૪ ની પૈાત્રી ઇબ્સાબેન મુનીરભાઇ પરાસરા ઉ.વ.6 નામની બાળકી તેની સગા સંબંધી સાથે ગારીડા ગામે લગ્ન પ્રસંગમાં ગઈ હતી અને ત્યા તેણી ગારીડા ગામે પાસે આવેલ અબ્દુલસા પીરની દરગાહથી ફતીયોપડી પરત ગારીડા ગામમાં આવવા માટે રોડ પર સાઇડમાં ઉભી હોય ત્યારે એક અજાણી કાળા કલરની ફોરવ્હીલ ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આ બાળકીને હડફેટે લઇ નાસી છૂટ્યો હતો.જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ધવાયેલી બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની ગનીમામદભાઇ હાજીભાઇ પરાસરાએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે અજાણી કારના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text