લજાઈ ગ્રામપંચાયત કચેરીએ તલાટીની હાજરીમાં તાળાબંધીનો પ્રયાસ

- text


ટંકારા : લજાઈ ગ્રામપંચાયત કચેરીએ તલાટીની હાજરીમાં તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

- text

ગઈકાલે તા. 12 ફેબ્રુઆરીના રોજ સવારે 11-30 વાગ્યા આસપાસ લજાઇ ગ્રામપંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી પુજાબેન ગણેશભાઇ ભેસદળીયા (ઉ.વ. ૨૨)ની હાજરીમાં આરોપી પંકજ દયારામભાઇ મસોત અને અર્મુતભાઇ આલાભાઇ ચાવડા (રહે.બન્ને લજાઇ ગામ, તા. ટંકારા, જી. મોરબી)એ તલાટીએ ના પાડવા છતાં તાળાબંધી કરવાની કોશીષ કરી સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં તલાટી દ્વારા કરવામાં આવી છે. હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

- text