મિતાણા નજીક હાઇવે ઉપર કાર અચાનક સળગી ઉઠી

- text


ટંકારા : ટંકારા પાસે મિતાણા અને હરબટીયાળી વચ્ચે એક કાર અચાનક સળગી ઉઠી હતી. જોત જોતામાં આ કાર સળગીને ભડથું થઈ ગઈ હતી. જો કે કારમાં બેઠેલો પરિવાર સમયસૂચકતા વાપરીને કારમાંથી નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી હતી. કાર સળગવાની આ ઘટનાથી રોડ ઉપર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. હજુ સુધી કાર સળગવા પાછળનું કારણ બહાર આવ્યું નથી. હાલ ટંકારા પોલીસ તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ છે.

- text

- text