વાંકાનેરમાં કલેક્ટર કચેરી દ્વારા ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અવેરનેસ ટ્રેઇનિંગ યોજાઈ

- text


વાંકાનેર : આજે તા. 12 ફેબ્રુ.ના રોજ મોરબી કલેક્ટર કચેરી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેસ ટ્રેઇનિંગનું આયોજન વાંકાનેરની એન. દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેઓને 108 ઇમર્જન્સી સેવાના દિનેશભાઇ તથા પાઇલોટ રામભાઈએ 108ની સેવાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ ફર્સ્ટ એઇડ, ફાયર, ઇમર્જન્સી રેસ્ક્યુ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં NCC કો-ઓર્ડીનેટર ડો. વાય. એ. ચાવડા, NSS કો-ઓર્ડીનેટર ડો. શૈલેષ લાવડીયા, કોલેજના આચાર્ય ડો. વાય. એમ. ચુડાસમા ડે. મામલતદાર મહેશભાઈ કુંવારીયા તથા અમરિન ખાન ઉપસ્થિત રહ્યા હતા.

- text