મોરબીની પી.જી.પટેલ કોલેજનો બીબીએના પરીણામમાં દબદબો

- text


મોરબી : મોરબીમાં છેલ્લા 15 વર્ષથી વિધાર્થી જીવન ઘડતરમાં અગ્રેસર અને સર્વોત્તમ શિક્ષણને પ્રાધાન્ય આપતી એકમાત્ર પી.જી.પટેલ કોલેજે ફરી એક વખત આ વર્ષે બીબીએની પરીક્ષામાં ડંકો વગાડ્યો છે.જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષે 2019 -20 માં લેવાયેલી બીબીએ સેમ-3 ની પરીક્ષાનું આજે ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.પી.જી.પટેલ કોલેજ મોરબી જિલ્લામાં અવ્વલ રહી હતી.આ કોલેજના વિધાર્થીઓ શાહ દર્પન કિરીટભાઈ પ્રથમ , ઝાલા નિધિબા કિશોરસિંહ બીજો અને ફુલતરિયા વૈદહી યોગેશભાઈએ જિલ્લામાં ત્રીજો નંબર મેળવ્યો છે.સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવીને આવું ઝળહળતું પરિણામ મેળવવા બદલ આ ત્રણેય વિદ્યાર્થીઓને કોલેજના સંસ્થાપક દેવકરણભાઈ ,જતીનભાઈ પ્રિન્સિપાલ ડો રવિન્દ્ર ભટ્ટ તથા કોલેજના સમગ્ર સ્ટાફગણે શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.

- text