માળીયા (મી.) : ચોરાઉ રીક્ષા સાથે એકની અટકાયત

- text


માળીયા (મી.) : માળીયા (મી.)માં ડાયમંડ હોટલ પાસેથી પસાર થઇ રહેલી બજાજ કંપનીની ચોરાઉ સી.એન.જી. રીક્ષા નં. GJ13AV7316 સાથે રીક્ષાચાલક હાજીભાઇ અકબરભાઈ માણેક (ઉ.વ. 20, રહે. રણછોડનગર, સાંઈબાબા મંદિર પાસે, મોરબી)ની અટકાયત કરવામાં આવી છે. તેમજ માળીયા (મી.) પોલીસ દ્વારા રીક્ષા કબ્જે કરવામાં આવી છે અને બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text