વાંકાનેરના કોઠારીયા ગામે લગ્ન મંડપના સામાન અને કારમાં તોડફોડ

- text


વરરાજાના ઘરે લગ્ન મંડપમાં ચાર શખ્સોએ તોડફોડ કરીને આંતક મચાવ્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે વરરાજાના ઘરે ચાલતા લગ્ન મંડપના કામ દરમિયાન ચાર શખ્સો ઘુસી આવ્યા હતા અને અંગત અદાવતને કારણે ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને લગ્ન મંડપના સમાનમાં તથા કારમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. આ બનાવ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર વકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા અવેશભાઈ અલાઉદ્દીનભાઈ બાદીના નાના ભાઈના લગ્ન પ્રસંગ હોવાથી તેમના ઘર પાસે લગ્ન મંડપ બનાવવામાં આવી રહ્યો હતો અને લગ્ન મંડપમાં લાઈટ ફિટીંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન કોઠારીયા ગામે જ રહેતા ભાવેશભાઈ હકાભાઈ તાવીયા અને ત્રણ શખ્સો ત્યાં ઘુસી આવ્યા હતા. આ ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને મંડપ સર્વિસના કપડાં અને લાઈટમાં તોડફોડ કરી હતી તેમજ ઘર પાસે પાર્ક થયેલી કારમાં પણ આ ચાર શખ્સોએ તોડફોડ કરીને હલ્લો મચાવ્યો હતો. આ બનાવ અંગે અવેશભાઈ બાદીએ ચાર શખ્સોએ સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text