માળિયાના ફગસીયા ગામે 10થી વધુ ટ્રેક્ટરોની બેટરીઓ તસ્કરો ચોરી ગયા

- text


માળીયા (મી.) : માળીયા મી. તાલુકાના ફગસિયા ગામે ગત રાત્રીના તસ્કરોએ ટ્રેક્ટરોની બેટરી ચોરીનો જાણે સામુહિક કસબ અજમાવ્યો હોય એમ દસ કરતા વધુ ટ્રેક્ટરોની બેટરી ચોરી ગયા હતા.

- text

ફગસિયા ગામે તસ્કરોએ ત્રાટકીને ટ્રેક્ટરોની બેટરીની ચોરી કરી હતી. ગ્રામજનોના જણાવ્યાનુસાર 10થી વધુ બેટરીઓની ચોરી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ જ મોડ્સ ઓપરેન્ડીથી થોડા સમય પહેલા મોરબીના મકનસર ગામે પણ ટ્રેક્ટરોની બેટરીની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે આ ચોરીમાં એક જ ગેંગ સંડોવાઈ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. જો કે માળીયાના બનાવમાં હજી સુધી પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી.

- text