માટેલની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ

- text


વાંકાનેર : તાલુકાની માટેલ ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો વાર્ષિક ઉત્સવ “ઉગતા સૂરજના સૂરે દીકરીઓનો આવકાર” શીર્ષક હેઠળ યોજવામાં આવ્યો હતો.

- text

આ વાર્ષિક ઉત્સવના અધ્યક્ષ સ્થાને વાંકાનેર પ્રાંત અધિકારી એન. એફ. વસાવા સાહેબ, વાંકાનેર તાલુકા પ્રથામિક શિક્ષણાધિકારી ગરચર સાહેબ, વાંકાનેર બી.આર.સી. અબ્દુલભાઈ શેરસીયા સાહેબ, પ્રમુખ વાંકાનેર પ્રા. શિક્ષક સંઘ સિપાઇ સાહેબ, નવા ઢુવાં સી.આર.સી. ઈરફાનભાઈ શેરસીયા, માટેલ તાલુકા શાળાના આચાર્ય શ્રી સાથે પેટા શાળાના આચાર્ય તેમજ અભ્યાસ કરતી દીકરીઓ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. શાળાનાં આચાર્યા સરિતાબેન ડાભી અને સમગ્ર સ્ટાફે તેમજ અભ્યાસ કરતી દીકરીઓ એ “બેટી બચાવો, બેટી ભણાવો” વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી કાર્યક્રમને ખૂબ જ રસપ્રદ બનાવ્યો હતો. આ તકે તેજસ્વી દીકરીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

- text