મોરબી – વાંકાનેર ડેમુ ટ્રેન 15થી 20ની સ્પીડે ચાલતા મુસાફરો અકળાયા

- text


દરરોજ 60ની સ્પીડે દોડતી ટ્રેન આજે કોઈ ખામીના કારણે માંડ 15-20ની સ્પીડે પહોંચી : કનેકટિંગ ટ્રેનના મુસાફરો રઝળશે

મોરબી : મોરબીથી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન આજે બળદગાડાની સ્પીડે ચાલતા મુસાફરો અકળાઈ ઉઠયા છે. દરરોજ આ ટ્રેન 60ની સ્પીડે દોડતી હોય છે. પરંતુ આજે કોઈ કારણોસર 15ની સ્પીડે માંડ માંડ ચાલતી હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે.

મોરબી- વાંકાનેર ડેમુ ટ્રેનનો મોરબીથી ઉપડવાનો નિયત સમય સાંજે 8:20નો છે.જેમાં મોટી સંખ્યામાં અપડાઉન કરતા લોકો તેમજ વાંકાનેર તરફ પ્રસંગોપાત જતા લોકો મુસાફરી કરતા હોય છે. ટ્રેનની મુસાફરી કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે આજે આ ટ્રેન અડધી કલાક મોડી ઉપડી હતી. સાંજે 8:50 એ ટ્રેન ઉપડી હતી. દરરોજ એવરેજ 60ની સ્પીડે આ ટ્રેન દોડે છે. પરંતુ આજે કોઈ ખામીના કારણે માંડ 15ની સ્પીડે ટ્રેન પહોંચી છે.

- text

વધુમાં આ ટ્રેનને વાંકાનેર પહોંચતા 10:15 જેવો સમય લાગશે તેવો અંદાજ છે. રેલવેના સમયપત્રક મુજબ ટ્રેનને રાત્રે 9:05 કલાકે વાંકાનેર પહોચવાનું હોય છે. આ ટ્રેનમાંથી ઘણા મુસાફરો વાંકાનેર પહોંચીને ત્યાંથી અન્ય કનેકટિંગ ટ્રેનમાં બેસનીને અમદાવાદ કે રાજકોટ – જામનગર તરફ જતા હોય છે. આજે ટ્રેનની સ્પીડ ધીમી હોવાથી તે વાંકાનેર મોડી પહોંચશે અને મુસાફરો રઝળી પડશે.

- text