મોરબી : કલા મહાકુંભમાં સાર્થક વિદ્યાલયનો દબદબો

- text


મોરબી : ગત તા.02/02/2020, રવિવારના રોજ જીલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. જેમાં સાર્થકનાં વિદ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધા, સમૂહ ગીત તેમજ હાર્મોનિયમ સ્પર્ધામાં ભાગ લઈને પ્રસંશનીય પર્ફોમન્સ આપેલ હતું. કલા મહાકુંભ અંતર્ગત હાર્મોનિયમ સ્પર્ધામાં ધો. 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ફુલતારીયા સમીર જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી ઝોન કક્ષા માટે પસંદગી પામેલ છે. તે બદલ શાળા પરીવારે તેમને શુભકામનાઓ પાઠવી હતી.

- text