માળીયા (મીં.)માં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

- text


માળીયા (મીં.) : માળીયા મીંયાણામાં પોલીસે તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા પોલીસે સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે માળીયાના વેણાસ્રર ગામે ગંજીપાના વડે તીનપત્તિનો જુગાર રમતા રામજીભાઈ દેવરાજભાઈ લોખીલ, લક્ષ્મણભાઈ દેવરાજભાઈ ખીમાણીયા, મહેન્દ્રભાઈ પ્રભાતભાઈ હુંબલ, આદમભાઈ ઈશાભાઇ જામને રોકડ રૂપીયા ૧૪૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text