વાંકાનેર : પરિણીતા પર દુષ્કર્મ ગુજારી અશ્લીલ ફોટા વાયરલ કર્યા

- text


માટેલ રોડ ઉપર સીરામીક કારખાનામાં બનેલા બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતી પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના બનાવટી અશ્લીલ ફોટા વાયરલ કરીને બદનામ કર્યાની બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ મામલે વાંકાનેર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામ અગાઉ રહીને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની પરિણીતાને દિવાળી પહેલા મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ બાજુમાં આવેલ ફ્લોરા સોસાયટીમાં રહેતા જયેશભાઇ બાવરવા નામના શખ્સે હવસનો શિકાર બનાવી હતી. જેમાં પરિણીતાને બીભત્સ ઈશારા કરી તેની પર આ શખ્સે બળજબરીથી દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આ સમગ્ર ઘટના વિશે જાણતા મોરબીના દિપકભાઈ દશરથભાઈ નામના શખ્સે પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના બનાવટી અશ્લીલ ફોટા તેણીના સગા સંબંધીઓને વોટ્સએપ મારફત મોકલીને બદનામ કરી હતી.

- text

આ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે બન્ને શખ્સો સામે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે વાંકાનેર પોલીસ મથકના ફરજ પરના પીએસઓ ક્રાઈમના બનાવોની માહિતી પત્રકારોને આપવામાં ભારે ડાડાઇ કરે છે અને અમુક પત્રકારોને જ માહિતી આપતા હોય ભારે ભેદભાવભર્યું વલણ રાખતા હોવાની રાવ ઉઠી છે. આ ગંભીર બનાવમાં પણ પીએસઓએ માહિતી આપવાની આનાકાની કરી હતી. તેથી, પીએસઓની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

- text