સ્પેનના સેવિસામા એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બનતી મોરબીની બ્લુઝોન સિરામિક ટાઇલ્સ

- text


ભારતના બ્રાન્ડએમ્બેસેડર મોરબી સિરામિકના 7 જેટલા સ્ટોલોની મુલાકાત વેળાએ થયા પ્રભાવિત

મોરબી : સ્પેનમા હાલ ચાલી રહેલા વર્લ્ડના સેકન્ડ લાર્જેસ્ટ સિરામિક એક્ઝિબિશન સેવિસામામાં મોરબીના બ્લુઝોન સિરામિકે ભાગ લીધો છે. ત્યાં મુલાકાતીઓમાં બ્લુઝોન સિરામિક ટાઇલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વધુમાં ભારતના એમ્બેસેડર પણ આ સ્ટોલને નિહાળીને અભીભૂત થયા હતા.

સ્પેનના ફેરીઆ વેલેન્સીઆમાં દર વર્ષે સિરામિક એક્ઝિબિશન સેવિસામા યોજાઈ છે. જે સિરામિકનું સમગ્ર વિશ્વમાં સેકન્ડ લાર્જેસ્ટ એક્ઝિબિશન છે. ગઈકાલે તા. 3 ફેબ્રુઆરીના રોજ આ એક્ઝિબિશનનો પ્રારંભ થયો હતો. આ એક્ઝિબિશન તા.7 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. ગઈકાલે પ્રથમ દિવસે જ આ એક્ઝિબિશનમા મોટી સંખ્યામાં બાયર્સ ઉમટી પડ્યા હતા. એક્ઝિબિશનમાં મોટાભાગે સ્પેનિશ, ઇટાલિયન અને યુરોપીયન મેન્યુફેકર્સ ભાગ લેતા હોય છે. જ્યારે સમગ્ર વિશ્વના બાયર્સ આ એક્ઝિબિશનની મુલાકાત લેવા પધારતા હોય છે.

- text

સેવિસામા એક્ઝિબિશનમાં મોરબીની ખ્યાતનામ બ્લુઝોન વિટ્રીફાઈડ પ્રા.લી.એ પણ ભાગ લીધો છે. આ એક્ઝિબિશનમાં બ્લુઝોનની વિટ્રીફાઈડ ટાઇલ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે દરેક મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સાથે મોરબીના વરમોરા, સનહાર્ટ, કલર ટાઇલ્સ, લીઓલી સહિતના 7થી 8 જેટલા સિરામિકે પણ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. જેના તમામ સ્ટોલ અહીંના મુલાકાતીઓનું ધ્યાન ખેંચી રહ્યા છે. વધુમાં સ્પેનમાં રહેલા ભારતના  એમ્બેસેડર મદનસિંઘ ભંડારીએ પણ બ્લુઝોન ટાઇલ્સના સ્ટોલની મુલાકાત લીધી હતી. તેઓ આ ટાઇલ્સની પ્રોડક્ટ નિહાળી અભિભૂત થયા હતા. તેઓએ બ્લુઝોન વિટ્રીફાઇડ પ્રા.લી.ના મનોજભાઇ એરવાડિયા અને તેમની ટિમ સાથે ખૂબ રસપૂર્વક ચર્ચા વિચારણા કરી હતી અને ભારતની સિરામિક પ્રોડક્ટને પ્રમોટ કરવામાં મદદ કરવાનું પણ જણાવ્યું હતું.

- text