મોરબી જિ.પં. ના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ

- text


રૂ. 20 લાખનો ચેક રિટર્ન થયાના કેસમાં ફરિયાદીને રૂ. 40 લાખ અને સાથે વ્યાજ ચૂકવવાનો હુકમ કરતી કોર્ટ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાને રૂ. 20 લાખનો ચેક રિટર્ન થયાના કેસમાં કોર્ટે એક વર્ષની સાદી કેદ ફટકારી છે. આ સાથે કોર્ટે રૂ. 40 લાખની રકમ તેમજ 9 ટકા લેખે વ્યાજ ચૂકવવાનો પણ હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને ટંકારાના રહેવાસી મહેશભાઈ પ્રેમજીભાઈ રાજકોટિયા અને રમેશભાઈ લવજીભાઈ સેરસિયાને અગાઉ જે તે સમયે કોન્ટ્રાક્ટ થયો હતો. તે મુજબ કાયદેસરની લેણી નીકળતી રૂ. 20 લાખની રકમનો ચેક મહેશભાઈ રાજકોટિયાએ રમેશભાઈ સેરસિયાને આપ્યો હતો. આ ચેક પરત ફરતા રમેશભાઈ લવજીભાઈ સેરસિયાએ કાનૂની માર્ગ અપનાવીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. વર્ષ 2017નો આ કેસ જજ એ.એન.વોરા સાહેબની ચીફ કોર્ટમાં ચાલી જતા તેઓએ ફરિયાદી પક્ષના વકિલ ડી.વી.પારધીની ધારદાર દલીલો ધ્યાને લઈને મહેશભાઈ રાજકોટિયાને કસૂરવાર ઠેરવ્યા છે.

- text

કોર્ટે મહેશભાઈ રાજકોટિયાને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે ચેકથી બમણી રકમ એટલે કે રૂ. 40 લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત રૂ. 20 લાખનું વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ ચૂકવવા માટે પણ આદેશ કર્યો છે. જો આ રકમ અને વ્યાજ ન ચૂકવે તો કોર્ટે તેઓને વધુ 3 માસની સજા ફટકારવાનો પણ આદેશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text