ટંકારાની કોર્ટમાં હાજર થતા ધારાસભ્ય લલિત વસોયા, દંડ ભરીને વોરંટ રદ કરાવ્યું

- text


ચૂંટણી પ્રચારમાં દિલ્હી ગયા હોય શરતચુક થતા કોર્ટની તારીખમાં ન આવી શક્યાનું કારણ દર્શાવ્યું

ટંકારા : ભૂતકાળના પાસના સક્રિય અગ્રણીઓ ગણાતા નેતાઓએ વર્ષ 2017માં ટંકારામાં મંજૂરી વગર જાહેર સભા સંબોધી હતી. જે કેસની તારીખમાં હાજર ન થતા ધારાસભ્ય લલિત વસોયા, હાર્દિક પટેલ સહિતના સામે કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું. જો કે આજે લલિત વસોયાએ કોર્ટમાં હાજર થઈને ગેરહાજરીનું કારણ દર્શાવી દંડ ભરીને વોરંટ રદ કરાવી નાખ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ પાસ કન્વીનર હાર્દિક પટેલ, મહેશ રાજકોટિય, લલીત વસોયા, લલિત કગથરા, વરૂણ પટેલ, રેશમા પટેલ, ગિતાબેન, કિશોર ચિખલિયા દિલિપ સાંભવા, નિલેશ એરવાડીયા, અક્ષય પટેલ સહિત 34 સામે ટંકારામા ગત તા 9/4/17 ના રોજ મંજૂરી વગર સભા કરતા જાહેેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં એક સમયે સાથીદારોને હાલ ભાજપ કોગેસ એનસીપીને અન્ય પક્ષના હોદેદારો હાજર રહ્યા હતા. જો કે હાર્દિક પટેલ, લલિત વસોયા, મનોજ કાલરીયા અને અમિત ઠુમ્મર હાજર ન રહેતા કોર્ટે આ ચારેયનું નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું છે.

- text

ત્યારબાદ આજે ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ટંકારા કોર્ટમાં હાજરી આપી હતી. જ્યા તેઓએ અગાઉની ગેરહાજરીનું કારણ દર્શાવ્યું હતું કે તેઓ તે સમયે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર અર્થે ગયા હતા અને શરતચુક થતા તેઓ કોર્ટના હાજર રહી શક્યા ન હતા. આ સાથે તેમના એડવોકેટ મુકેશ બારૈયાએ દલીલો રજૂ કરી હતી અને રૂ. 100નો દંડ ભર્યો હતો. ત્યારબાદ કોર્ટે વોરંટ રદ કર્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

- text