ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા BSNL સેવા ચાલુ કરાવવામાં તંત્રની બેદરકારી

- text


માળીયા (મી.) : ખાખરેચી ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં છેલ્લા એક વર્ષ જેટલા સમયથી સંપૂર્ણપણે સરકાર તરફથી આપવામાં આવેલ BSNL સેવા બંધ છે. જેના માટે શાળા દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી આ સમસ્યાનો નિવેડો આવ્યો નથી. BSNL આફિસમાં રજૂઆત સમયે બેજવાબદારીભર્યો એવા જવાબ મળે છે કે અમારી પાસે ગાડી ઉપલબ્ધ નથી. આથી, શાળાના દ્વારા ઉપરની કક્ષાએ રાજકોટમાં રજૂઆત કરવામાં આવતા એવો જવાબ મળેલ હતો કે આમાં અમે કઈ ન કરી શકીએ, અમારી મજબૂરી છે. ગાડીની વ્યવસ્થા થશે ત્યારે રીપેર થશે. તેમજ શાળાએ લેન્ડલાઈન કે નેટનો વપરાશ કર્યા વિના પણ કનેક્શન ચાલુ રાખવા માટે બિલ ભરવું પડે છે. આ ઉપરાંત, BSNL સેવા ચાલુ ના હોવાથી શાળાની ઓનલાઈન કરવી પડતી કામગીરી તથા અન્ય કામગીરીઓમાં પરેશાની ભોગવવી પડે છે. આ સમસ્યા અંગે માળીયાના મામલતદાર તથા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા છતાં નિરાકરણ ના આવતા ગ્રાહક સુરક્ષા વિભાગની સહાય લેવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.

- text