ટંકારાની કોર્ટે હાર્દિક પટેલ અને લલિત વસોયા સામે બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું

- text


વર્ષ 2017માં ટંકારા ખાતે વગર મંજૂરીએ જાહેર સભા કરવાના કેસમાં હાજર નહીં રહેતા કોર્ટે આ વોરંટ ઇસ્યુ કર્યું

ટંકારા : પાસ કન્વીનર હાર્દિક પટેલ, મહેશ રાજકોટિયા લલીત વસોયા લલિત કગથરા વરૂણ પટેલ રેશમા પટેલ ગિતાબેન કિશોર ચિખલિયા દિલિપ સાંભવા નિલેશ એરવાડીયા અક્ષય પટેલ ઝખરો સહિત 34 સામે ટંકારામા ગત તા 9/4/17 ના રોજ મંજૂરી વગર સભા કરતા જાહેેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં એક સમયે સાથીદારોને હાલ ભાજપ કોગેસ એનસીપીને અન્ય પક્ષના હોદેદારો હાજર રહ્યા હતા. જો કે હાર્દિક પટેલ, લલિત વસોયા, મનોજ કાલરીયા અને અમિત ઠુમ્મર હાજર ન રહેતા કોર્ટે આ ચારેયનું નોન બેલેબલ વોરંટ ઇસ્યુ જારી કર્યું છે.

- text

વર્ષ 2017માં ટંકારા લક્ષ્મી નારાયણ સોસાયટીમા યોજાયેલ પાસની સભા મંજુરી ન હોવા છતા યોજી હતી. આ મામલે પોલીસે હાર્દિક પટેલ સહિત 34 સામે સભા પત્યા પછી ટંકારામાં જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો .આ કેસમા આજે મુદત હોવાથી ગીતાબેન પટેલ, રેશમા પટેલ, વરૂણ પટેલ, લલીત કગથરા, કિશોર ચીખલીયા, મહેશ રાજકોટિયા, દિલિપ સાંભવા, નિલેશ એરવાડીયા સહિત 27 લોકો હાજર રહ્યા હતા. જો કે, પાસા કન્વીનર હાર્દિક પટેલ, લલીત વસોયા, મનોજ કાલરીયા. અમિત ઠુમ્મર સહિતના આરોપી હાજર રહ્યા ન હતા. જેથી, કોર્ટે આ મામલે હાર્દિક પટેલ, લલિત વસોયા, મનોજ કાલરીયા અને અમિત ઠુમ્મરનું નોન બેલેબલ વોરંટ ઇસ્યુ જારી કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા દિગજ નેતા કોર્ટમાં હાજર થતા લોકોના ટોળા તેમને જોવા બહાર ઉમટી પડ્યા હતા અને એક સમયે સાથી મિત્રો રહેલા હાલ જુદા-જુદા પક્ષ સાથે જોડાયેલા એકબીજાથી દુરી દેખાડતા નજરે પડ્યા હતા. આરોપીના વકીલ તરીકે મુકેશ બારૈયાએ કેસ પાછા ખેંચાયાના કાગળો રજુ કર્યા હતા. પરંતુ સરકારી મહિલા વકીલ પિ. એસ. જોષી એ કાગળો ખરી નકલ ન હોય તો આ ઝેરોક્ષ કોપી માન્ય ન રાખી શકેની દલીલ કરી હતી. જે નામદાર કોર્ટે માન્ય રાખી નવી તારીખ સુધી ખરી નકલ રજુ કરવા જણાવ્યું હતું. સાથે જેણે ગુનો કબુલ કરી દંડ ભરી દેવો હોય તેને પણ જણાવ્યું હતું. ત્યારે પ્રકાશ સવસાણી, રાણાભાઈ ઝાપડાએ રૂ.100 નો દંડ ભરી ગુનો સ્વીકારી લીધો છે. અને ઉલ્લેખનીય છે કે એક આરોપીનું અવસાન થઇ ગયેલું છે.

- text