ખીરસરા અને બોડકી ગામને જોડતા રોડના અધૂરા કામથી લોકો પરેશાન

- text


માળીયા (મી.) : માળીયા (મી.)ના ખીરસરા અને બોડકી ગામને જોડતા રોડના અધૂરા કામથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

- text

આશરે એક વર્ષ પહેલાં આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પણ ફક્ત કોંક્રેટ પાથરી છેલ્લા નવ મહિનાથી રોડનું કામ આગળ વધ્યું નથી. જેના લીધે બોડકી, કુંતાસી, મોટા દહીંસર, જીંજોડા જેટલા ગામના લોકોને ના છૂટકે 10 કિમિ લાંબા રૂટ પરથી પસાર થવું પડે છે. જેના કારણે લોકોના સમય અને પૈસાનો વેડફાટ થાય છે. ત્યારે મોરબીના એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા પંચાયતના માહિતી અધિકારી અને ઈજનેર પાસેથી આ રોડની કામગીરીને લગતી માહિતી મેળવવાની અરજી કરવામાં આવી હતી.

- text