પંચાસીયા ગામે લઘુશંકા કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલા પર હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામે વાડી પાસે રોડની સાઈડમાં લઘુશંકા કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલા ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વિક્રમભાઇ ચતુરભાઇ કોઢીંયા ઉ.વ.૧૯ રહે. પંચાસીયા વાંકાનેર વાળાએ તે ગામમાં જ રહેતા અરવિંદભાઇ માવજીભાઇ કોઢીંયા સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલ તા.૨૮ ના રોજ પંચાસીયા ગામ પાસે ફરીયાદીના માતા તથા સાહેદો ચાલીને વાડીએ જતા હોય દરમ્યાન આરોપી રોડની સાઇડ પેશાબ કરતો હોય જે બાબતે તેને ઠપકો દેતા તકરાર થતા આરોપીએ એ ગાળો બોલી ખંપાળી વડે ફરીયાદીની માતા જયાબેને ઉ.વ. ૫૦ વાળાને જમણા હાથમાં તથા વાસામાં મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text