નાગડાવાસ ગામ પાસે થયેલા વાહન અકસ્માતમાં એકનું મોત

- text


મોરબી : મોરબીના નાગડાવાસ ગામ પાસે થયેલી વાહન અકસ્માતની ઘટનામાં એક આધેડનું મોત નીપજ્યું છે.

ગત તા. 17 જાન્યુઆરીના રોજ માળીયા-મોરબી નેશનલ હાઇવે રોડ પર નાગડાવાસ ગામના પાટીયા પાસે ફોરવ્હીલ ચાલકે હીરોહોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે-૦૩-આર.આર-૮૧૦૮ના પાછળના ભાગેથી હડફેટે લેતા મોટરસાઇકલ રોડ પર ફંગોળાઈ ગયું હતું. આ અકસ્માતમાં બુટાભાઇ ખીંટને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવારમા લઇ જતા સમયે રસ્તામા મોત નીપજ્યું હતું. આ બનાવની મહેશભાઇ ( રહે. નવાગામ, તા-માળીયા મિયાણા, જી-મોરબી)એ ગઈકાલે તા. 28 જાન્યુઆરીના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી ગયેલ ફોરવ્હીલ ચાલકની શોધખોળ આદરી છે.

- text

- text