મોરબી : સ્વામી વિવેકાનંદ અંગેની ક્વિઝમાં પટેલ આયુષી દ્વિતીય ક્રમાંકે વિજેતા

- text


મોરબી : દસમી રાજ્યસ્તરીય સ્વામી વિવેકાનંદ અંગેની લેખિત ક્વિઝની જિલ્લા કક્ષાની સ્પર્ધા ગત તા. 16ના રોજ મોરબીની વી. સી. ટેક હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધાનું પરિણામ તા. 28ના રોજ રાજકોટના રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ પર પ્રસિદ્ધ થયું હતું. જેમાં નિર્મલ વિદ્યાલયમાં ધો. 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પટેલ આયુષી પ્રવિણભાઈ જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંકે વિજેતા ઘોષિત થઇ છે. આ તકે આયુશીને પરિવાર તથા શાળા તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text