મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા પાંચ આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ

- text


મોરબી : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મોરબી જિલ્લા પંચાયત હેઠળના જુદા-જુદા આરોગ્ય કેન્દ્રોમાં સરકારના અલગ-અલગ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે. જેમાં વાંકાનેર તાલુકાના મેસરીયા આરોગ્ય કેન્દ્રને ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા 17.15 લાખની ગ્રાન્ટથી, હળવદ તાલુકાના ટીકર રણ આરોગ્ય કેન્દ્ર તથા મોરબી તાલુકાના લાલપર આરોગ્ય કેન્દ્રને શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કુલ 22.40 લાખની ગ્રાન્ટથી તેમજ આમરણ અગરીયા વિસ્તાર મોબાઈલ હેલ્થ યુનિટ તથા માળીયા અગરિયા વિસ્તાર મોબાઈલ હેલ્થ યુનિટને જિલ્લા આયોજન મંડળ દ્વારા કુલ 28.20 લાખની ગ્રાન્ટથી એમ્બ્યુલન્સ ફાળવાઈ છે. આ પાંચ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ટંકારા ખાતે ગત તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસે જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવેલ છે.

- text