ભલગામડા પ્રાથમિક શાળા દ્વારા પ્રજાસત્તાક પર્વની ગરીમાસભર ઉજવણી

- text


હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામની પ્રાથમિક શાળામાં ગત તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ‘એક શામ વતન કે નામ’થી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ તથા મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે ખુબ જહેમત ઉઠાવી હતી. તેમજ આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text