વાંકાનેર : દીઘલિયા પ્રા. શાળામાં પ્રજાસત્તાક પર્વની રંગારંગ ઉજવણી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની દીઘલિયા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ ડાન્સ, વક્તવ્ય અને દેશભક્તિના ગીતો સહિતની કૃતિઓ રજૂ કરી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને કૃતિઓ નિહાળી હતી. આ વેળાએ ઉપસ્થિત અગ્રણીઓએ વિવિધ પ્રોત્સાહક ઇનામો જાહેર કરીને બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા. કાર્યક્રમમાં સરપંચ રસુલભાઈ ખોરજીયા દ્વારા ચોકલેટ અને ઇનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિક્ષકો અને યુવાનો ગરબે પણ ઘૂમ્યા હતા.

- text