શકત શનાળા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન ઉત્સાહભેર ઉજવાયો

- text


મોરબી : રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા તથા સરકારના અભિગમને સાકાર કરવા શકત શનાળા પ્રાથમિક શાળા પરિવાર અને ગ્રામ પંચાયત દ્રારા આયોજિત કાર્યક્રમમાં 71મા ગણતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામની સૌથી વધુ ભણેલી મહિલા કુમારી રૂપાલી રમેશભાઈ શિરવી (Bsc. B.Ed.)નાં વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. તેમજ રાષ્ટ્રગીત, ઝંડાગીત અને વંદે માતરમ ગીતનાં ગાન તેમજ દેશભક્તિના નારા અને પ્રસંગને અનુરૂપ વક્તવ્યો આપવામાં આવ્યાં હતા. આ પ્રસંગે વર્ષ દરમ્યાન જન્મેલી દિકરી અને તેનાં માતાને ઉપસ્થિત રાખી તેઓનું અને કુમારી રૂપાલીનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ વર્ષ દરમ્યાન જુદી-જુદી પ્રવૃત્તિઓમા ઉત્સાહપૂર્વક ભાગ લેનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ તથા પ્લોટ શાળામાં અભ્યાસ કરતી કુમારી માધવી રમેશભાઈ સોલંકીનું જવાહર નવોદય પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળતા તેંનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે શકત શનાળા ગ્રામ પંચાયતના વહીવટદાર વિપુલભાઈ જીવાણી, ગામ આગેવાનો, એસ.એમ. સી. સભ્યો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનાં અંતમાં મીઠાઈ વહેંચણી સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમને સફળતા આપવા શકત શનાળા પ્રા. શાળા પરિવારનાં શિક્ષકગણએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text