બોર્ડની પરીક્ષાનો હાઉ દુર કરવા હળવદના મહર્ષિ ગુરૂકુલ ખાતે પ્રિ-એક્ઝામ યોજાઈ

- text


હળવદ : હળવદમાં આવેલી મહર્ષિ ગુરૂકુલ કેમ્પસમાથી એન્જીનિયરો અને ડૉક્ટરો અભ્યાસ કરી ચુક્યા છે ત્યારે સ્કૂલમાં આગામી માર્ચે યોજાનાર ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાનો હાઉ દુર કરવા માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહર્ષિ ગુરૂકુળ અને નવ નિર્માણ વિદ્યાલયના ૫૬૧ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આગામી માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા યોજાશે. ત્યારે પરીક્ષાનો હાઉ દૂર કરવા માટે મહર્ષિ ગુરૂકુળ અને નવ નિર્માણ વિદ્યાલયના પરીક્ષાર્થીઓ માટે રીસીપ્ટ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક, મોઠુ મીઠું કરી પરીક્ષાર્થીઓને પ્રવેશખંડમા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે કોપી કેસ રોકવા માટે ખાસ શિક્ષકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપવા જતાં હોવાથી તેમના મનમાં એક પ્રકારનો ડર કે ભય હોય છે. જેના કારણે તે પ્રશ્નપત્રોમાં પ્રશ્ન ક્રમાંક, સીટ નંબર, બારકોડ સ્ટીકર વગેરેમાં ભુલ કરતા હોય છે ત્યારે શાળાના સંચાલકો દ્વારા બાળકોના મનમાંથી આવો ભય દુર કરવા માટે આજે હળવદ મહર્ષિ ગુરૂકુલ ખાતે એસ.એસ.સી.અને એચ.એસ.સી. પરીક્ષાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ તકે મહર્ષિ ગુરુકુળના સંચાલક રજનીભાઇ સંઘાણીએ વધુમા જણાવ્યુ કે બોર્ડ પરીક્ષામા વિદ્યાર્થીઓમા ભય હોય છે. તેથી, પરીક્ષામા તેના પરીણામ પર અસર પડે છે પરંતુ જો વિધ્યાર્થીને અગાઉથી પ્રોસેસથી માહિતગાર હોય તો તેનો પરીક્ષા વખતે સમયનો વેડફાડ ન થાય અને વિદ્યાર્થીઓનો ભય પણ દુર થાય તે હેતુથી અમારો આ નવો પ્રયાસ હતો. આ પરીક્ષાના આયોજનને મહર્ષિ ગુરુકુળ તેમજ નવ નિર્માણ વિદ્યાલયના શિક્ષકો દ્ધારા સફળ બનાવામાં આવ્યુ હતુ.

- text