માળીયાના સુલતાનપુર રોડને નુકશાન પહોંચાડતા ઓવરલોડ ડમ્પર ચાલકો

- text


માળીયા (મી.) : તાલુકાના સુલતાનપુર રોડને સિમેન્ટ કોન્ક્રીટથી બનાવાયા બાદ ઓવરલોડ વાહન ચાલકો અને માટી વહન કરતા ડમ્પરોને કારણે પારાવાર નુકશાન થઈ રહ્યું હોવાથી સ્થાનિકોમાં કચવાટ સાથે રોષની લાગણી પ્રબળ બની છે.

- text

સુલતાનપુર રોડ પર હેવી ઓવરલોડ વાહનોની અવર-જવરને કારણે રોડની હાલત દિન-પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અધૂરામાં પૂરું માટી સહિતનું પેકીંગ વગરનું મટીરીયલ ભરીને આ રસ્તે નીકળતા ડમ્પર ચાલકો પૂરતી તકેદારી વગર અને વાહનો પર તાલપત્રી પેક કર્યા વગર માલ વહન કરતા હોવાથી આખા રસ્તા પર માટી સહિતનું મટીરીયલ ઢોળાતું જતું હોવાથી રોડ પર ઠેર ઠેર માટીના ઢગલા થઈ જાય છે. અન્ય વાહન ચાલકોને માટી ઊડતી હોવાથી અકસ્માતનો ભય પણ સેવાઇ રહ્યો છે. ત્યારે આરટીઓ વિભાગ સહિતના સંબંધિત તંત્રએ આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી લોક લાગણી પ્રબળ બની રહી છે.

- text