વર્ષામેડી પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી

- text


માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામમાં 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અદભુત રીતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ખુબ જ ઉત્સાહપૂર્વક સામેલ થયા હતા. કાર્યક્રમમાં ગામના સરપંચ લાભુબેન જીવણભાઈ ચાવડા તરફથી ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ દેસાઈ મગનભાઈ અરજણભાઈની પૌત્રી પ્રથા દ્વારા ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને કીટનો વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નાગજીભાઈ દેવાભાઈ તરફથી દરેક વિદ્યાર્થીઓને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, વર્ષામેડી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ હતી.

- text