પીપળી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

- text


મોરબી : પીપળી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના 71માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાના મામલતદાર ડી. જે. જાડેજાની અધ્યક્ષતા હેઠળ ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન મોરબી વહીવટીતંત્ર ગ્રામ પંચાયત પીપળી દ્વારા પીપળી પ્રાથમિક શાળામાં રાખવામાં આવેલ હતું.

- text

જેમાં તાલુકા વિકાસ અધિકારી પી. એ. ગોહિલ, પી.એસ.આઇ. જાડેજા સાહેબ, તાલુકા પંચાયતના સભ્યો, અન્ય ગામના સરપંચઓ, સિરામિક જગતના ઉદ્યોગપતિઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ પરેડ, શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, શ્રેષ્ઠ શિક્ષક સન્માન, શાળાના પુન: નિર્માણમાં ભૂમિદાનના દાતાઓનું સન્માન, સરપંચોનું સન્માન, શિક્ષકોનું સન્માન, કોમ્પ્યુટર દાન કરનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા પીપળી પ્રાથમિક શાળાને એક લાખ રૂપિયા કરતાં વધુ દાન મળેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પીપળી ગામના સરપંચ, શાળાના શિક્ષકો, ગ્રામજનો, ગ્રામ પંચાયતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન કુલદીપભાઈ જેઠાલોજીએ કરેલ હતું. જ્યારે આભારવિધિ શાળાના શિક્ષક વિરેન્દ્રભાઈ પટેલે કરેલ હતી.

- text