કાલે 71 મુ પ્રજાસત્તાક પર્વ : મોરબી જિલ્લામાં આન બાન શાન સાથે લહેરાશે તિરંગો

- text


ટંકારા ખાતે જિલ્લા કક્ષાની અને બાકીના ચાર તાલુકામાં તાલુકા કક્ષાની 71 માં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી થશે : મોરબીના હેડ ક્વાર્ટર સમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ, તમામ સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક, સામાજિક, સ્વૈચ્છિક, ઔદ્યોગિક સંસ્થાઓમાં ધ્વજવંદન થશે

મોરબી : મોરબી જિલ્લામાં આન બાન શાન સાથે આવતીકાલ 26 જાન્યુઆરીએ 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે. જેમાં ટંકારા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે તેમજ બાકીના ચાર તાલુકામાં તાલુકા કક્ષાની અને મોરબીના હેડ ક્વાર્ટર ખાતે તેમજ શૈક્ષણિક, સામાજિક, સ્વૈચ્છિક, સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન થશે અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

- text

આવતીકાલ 26મી જાન્યુઆરીએ 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને મોરબી જિલ્લો દેશભક્તિના રંગે રંગાઈ ગયો છે. મોરબી જિલ્લાના કક્ષાના પ્રજાસત્તાક પર્વની ટંકારા હેલીપેટ સર્કિટ હાઉસ ખાતે ઉજવણી થશે અને જિલ્લા કલેકટર જે.બી.પટેલના હસ્તે ધ્વજવંદન કરાશે. સાથોસાથ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જ્યારે તાલુકા કક્ષાની ઉજવણીમાં મોરબી તાલુકાના પીપળી ગામે મામલતદાર જાડેજાના હસ્તે હળવદ તાલુકાના ચરાડવા ગામે મદદનીશ કલેકટરના હસ્તે, વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે પ્રાંત અધિકારી વસાવાના હસ્તે, તેમજ માળીયા તાલુકાના સુલતાનપુર ગામે મામલતદાર નિનામાંના હસ્તે ધ્વજવંદન થશે. જ્યારે મોરબી શહેરનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અધિક કલેકટર કેતન જોશીના હસ્તે ધ્વજવંદન થશે. ઉપરાંત, મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ કિશોર ચીખલીયાના હસ્તે અને નગરપાલિકામાં પ્રમુખ કેતન વિલપરાના હસ્તે અને હળવદ તથા વાંકાનેર નગરપાલિકાઓમાં પ્રમુખના હસ્તે અને તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાશે.

દિવ્યાંગ બાળકો દેશભક્તિ થકી અદભુત પરફોર્મન્સ આપશે

મોરબીમાં દિવ્યાંગ બાળકોનું કાળજી પૂર્વક જતન કરતી માં મંગલ મૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા દ્વારા 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગ બાળકો અમને સહાનુભૂતિ નહિ સ્વમાનભેર સ્વીકૃતિ આપોના નાદ સાથે દેશભક્તિને અનુલક્ષીને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. આ બાળકો પણ સામાન્ય બાળકોની જેમ પોતાનું કૌશલ્ય રજૂ કરવા ભારે ઉત્સાહિત છે.

- text