ટંકારા : અંધશ્રદ્ધા નિવારણ ક્ષેત્રે કામગીરી કરનાર 22 જેટલા કર્મવિરોનું સન્માન કરાયું

- text


વિજ્ઞાન જાથા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ IPS ડો. વિનોદકુમાર મલ્લના હસ્તે સન્માનિત કરાયા

ટંકારા : ટંકારામાં આજે વિજ્ઞાન જાથા દ્વારા સમાજમાં કુંવરીવાજો અને અંધશ્રદ્ધા નિવારણ માટે અનેરું યોગદાન આપનાર કર્મવિરોના સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ IPS ડો. વિનોદકુમાર મલ્લના હસ્તે 22 જેટલા લોકોનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે આજની જ્ઞાન અને વિજ્ઞાનની 21 સદીમાં અંધશ્રદ્ધાનું કોઈ સ્થાન જ ન હોવાનું જણાવીને સમગ્ર સમાજમાંથી અંધશ્રદ્ધાને જડમૂળથી ઉખેડી નાખવાની હિમાયત કરી હતી.ટંકારાના દયાનંદ સરસ્વતી હોલ, આર્ય વિદ્યાલયમ ખાતે આજે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધા નિવારણ ક્ષેત્રે કામગીરી કરનારાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ IPS ડો. વિનોદકુમાર મલ્લ તથા મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા માટે જનજાગૃતિ લાવનાર સમાવજીભાઈ દલસાણીયા, ભગવાનજીભાઈ ભીમાણી, દેવજીભાઈ પડસુંબિયા, રજનીભાઈ મોરસાણીયા, મેહુલભાઈ કોરિંગા, મનીષભાઈ કોરીંગા, હસમુખભાઈ દુબરીયા (ટંકારા), પૃથ્વીસિંહ ચુડાસમા (સરપંચ, લાઠ), વિનોદભાઈ વામજા (ઉપલેટા), ભરતભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, ધિરજકુમાર ચૌહાણ (ખારોડ, વિજાપુર), ચંદ્રકાંતભાઈ મંડીર (રાજકોટ), રુચિર કારીયા (મોરબી), અલ્પેશ કોઠીયા (સરપંચ, પીપળીયા, મોરબી), એસ. એમ. બાવા (અંજાર, કચ્છ), કચ્છી મગનભાઈ પટેલ (સુરત), દધીચિ મહેતા (ભાવનગર), પ્રો. ડો. ઇરોઝ વાઝા, પ્રો. યશવંતભાઈ ગોસ્વામી, પ્રો. ડો. શાંતિભાઈ રાબડિયા સહિત રાજ્યના શ્રેષ્ઠીઓનું ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલા IPS ડો. વિનોદકુમાર મલ્લના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને તેમણે લેટ્સ ડેવલપ સાન્ટીફિક એટ્ટીટ્યુડ વિષય પર વક્તવ્ય આપીને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવા પર ભાર મુક્યો હતો.

- text

આ તકે જન વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે, ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ગુજરાતભરમાં છેલ્લા 30 વર્ષથી વિજ્ઞાન પ્રચાર-પ્રસાર સાથે અંધશ્રદ્ધા નિર્મૂલનની કામગીરી કરવામાં આવે છે. આ સંસ્થાની કામગીરીની નોંધ દેશ-વિદેશના વર્તમાનપત્રો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેનલોએ કરી લોકોને માહિતગાર કર્યા છે. યુ.કે. ચેનલ 4 અને 5ની ટીમએ રાજકોટ-ગુજરાતમાં સંસ્થાના હોદ્દેદારો સાથે સ્થળ ઉપર જ કવરેજ કરી લોકોને અભીમુક્ત કર્યા છે. જાથા દ્વારા સન્માન કરનાર વ્યક્તિઓની નોંધ સમગ્ર ભારતમાં થાય છે તેમજ ગૌરવ સાથે માનવતાલક્ષી પ્રવૃત્તિઓ કરનાર તરીકેનું બિરુદ મળે છે.ત્યારે અંધશ્રદ્ધા નિવારણ માટે યોગદાન આપનાર આ લોકોનું આજે સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવાનો સુંદર પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.

- text