મોરબી : પ્રેમપ્રકરણમાં યુવતીના સગાઓ દ્વારા યુવકના મિત્ર પર હુમલો

- text


મોરબી : મોરબીમાં પ્રેમપ્રકરણ મામલે યુવતીના સગાઓ દ્વારા યુવકના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

ગત તા. 23 જાન્યુઆરીના રોજ મોરબીના ખળીયાવાસમાં રહેતા સાગર ખોડાભાઈ કુંભરવાડિયા (ઉ.વ. 22) રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ ઘર પાસે આવેલ દેવકારણભાઇ ગઢવીની કરિયાણાની દુકાને ઉભા હતા ત્યારે તેના પર લાકડાના ધોકા અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે મૂઢ ઇજા થઇ હતી તેમજ આંગણીના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા થતા પ્રાથમિક સારવાર મોરબીમાં કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- text

આ બનાવમાં ફરિયાદી સાગરભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે તેના મિત્ર ભરત ગઢવીને આરોપી સાહિલ સલીમભાઇની બહેન સાથે પ્રેમસંબંધ હોવાથી સાહિલે યુવક પર રોષ રાખી અન્ય લોકો સાથે મળી સાગર પર ભરતના મિત્ર હોવાને કારણે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સાહિલ સલીમભાઇ, રાહુલ ગોવિંદભાઇ રબારી તથા અન્ય પાંચ અજાણ્યા શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text