મોરબી : તોડફોડ કરતા શખ્સને ટપારતા યુવાનને ઈંટ ઝીકી દીધી

- text


પારકા ઝઘડા વચ્ચે પડતા યુવાન ઉપર હુમલો થવાથી તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

મોરબી : મોરબીના રવાપર રેસીડેન્સી વિસ્તારમાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ વિસ્તારમાં એક શખ્સ તોડફોડ કરતો હોય તેને ટપારતા ઉશ્કેરાયેલા આ શખ્સે યુવાનને ઈંટ ઝીકી દેતા તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો છે.

- text

આ મારામારીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રેસીડેન્સી વિસ્તારમાં રહેતા અને સીરામીકનો વ્યવસાય કરતા ચિંન્ટુ ઉર્ફે ચિરાગ હરીશભાઈ સોલંકી નામનો 31 વર્ષનો યુવાન ગત તા.21 ના રોજ રાત્રે 9 વાગ્યે પોતાના ઘરની પાસે આવેલ પાનની દુકાને માવો ખાવા ગયો હતો. ત્યારે બાજુની દુકાનમાં સુરેશ મિયાત્રા નામનો શખ્સ ઝઘડો કરી તોડફોડ કરીને જાહેરમાં ગાળો બોલતો હતો.આથી ચિંન્ટુ ઉર્ફે ચિરાગે આ શખ્સ ગાળો ન બોલવા માટે ટપાર્યો હતો. જેથી, પારકા ઝઘડામાં ઠપકો મળતા ઉશ્કેરાયેલા આ શખ્સે યુવાન ઉપર ઈંટથી હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. પોલીસે આ બનાવની નોંધ લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text