મોરબી : ચિનથી આવ્યા બાદ તાવ-શરદી હોય તેવા લોકોની માહિતિ એકત્ર કરતું આરોગ્ય તંત્ર

- text


કોરોના વાયરસના કહેરને લઈને આરોગ્ય અધિકારીએ સિરામિક એસો.ને પત્ર લખ્યો, વાયરસના લક્ષણ ધરાવતાનું નામ આપીને તુરંત સારવાર લેવા તાકીદ

મોરબી : ચીનમાં હાલ કોરોના વાયરસે આતંક મચાવ્યો છે. જો કે હજુ તો આ વાયરસે માત્ર દેખા જ દીધી છે. ત્યાં જ કરોડો લોકોને ઘરમાં પુરાઈ રેવાની નોબત આવી છે. કોરોના વાયરસના કહેરને લઈને મોરબી આરોગ્ય તંત્ર પણ ચિંતિત બન્યું છે. કારણકે અહીં વ્યાપાર અર્થે લોકોની ચીનમાં અવર જવર રહેતી હોય છે. માટે ચીનથી પરત ફરેલા જે લોકોને તાવ- શરદી કે શ્વાસ લેવામાં તકલીફ હોય તેઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીએ સિરામિક એસોસિએશનને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે કોરોના વાયરસે ચીનના વુહાન પ્રદેશમાં દહેશત ફેલાવી છે. મોરબી શહેરમાંથી વ્યાપાર અર્થે ઘણા લોકો ચીનની મુલાકાતે જતા હોય છે. આ સંદર્ભે છેલ્લા 14 દિવસમાં ચીન દેશની મુલાકાત લઈને મોરબી પરત ફરેલા હોય અને તાવ, શરદી, કફ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવા એકયુરેટ રેસ્પીરેટ ઇન્ફેક્શન જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક આરોગ્ય અધિકારીની કચેરીને જાણ કરવી.

- text

આ વાયરસનો ચેપ હવાના માધ્યમ દ્વારા એક મનુષ્યથી બીજા મનુષ્યને ફેલાતો હોય, આવા દર્દીઓએ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. શરદી, ઉધરસ કે છીંક ખાતી વખતે મો આગળ રૂમાલ રાખવો અને શક્ય એટલો માનવ સંપર્ક ટાળવો જોઈએ. આમ આરોગ્ય તંત્ર દ્વારા તાજેતરમાં ચીનથી આવેલા અહીંના સ્થાનિકોને જો કોઈ રોગ હોય તો સતર્ક રહીને તુરંત કચેરીને ધ્યાન દોરવા અનુરોધ કરાયો છે.

- text