વીરપુરમાં શરૂ કરેલા સદાવ્રતના દ્વિશતાબ્દી વર્ષની પૂર્ણતા નિમિત્તે મોરબીના જલારામ મંદિરમાં ઉત્સવનું આયોજન

- text


જલારામ બાપાએ સ્થાપેલ “જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢૂંકડો”ની વિભાવનાને બસ્સો વર્ષ પૂર્ણ થતાં મોરબીના જલારામ મંદિર ખાતે વિશિષ્ટ ઉત્સવનું આયોજન

મોરબી : આજથી 200 વર્ષ પહેલાં સંત શ્રી જલારામ બાપાએ સેવાની અલખ જગાવી હતી. ભુખ્યાને ભોજન આપવાનું એ સદાવ્રત કાર્ય પાછલા બસ્સો વર્ષથી અવિરત ચાલ્યું આવે છે. આ વર્ષે એ સેવાકાર્યની બે સદી પૂર્ણ થતાં મોરબી સ્થિત જલારામ મંદિર ખાતે એક અનેરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી જલારામ મંદીર ખાતે આવતીકાલે તારીખ ૨૬/૧/૨૦૨૦ મહા સુદ બીજને રવિવારના રોજ પૂ.જલારામ બાપાએ શરૂ કરેલ સદાવ્રતને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે બપોરે ૦૪:૩૦ કલાકે ધૂન, ૬:૪૫ કલાકે મહાઆરતી તેમજ ૭:૦૦ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યું છે. આ ઉત્સવમાં પધારવા માટે ભક્તોને આયોજક તરફથી ભક્તિ ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text