ચરાડવા ગામે ગોપાલ ભગત ગૌશાળાના ભૂમિપૂજન નિમિતે આજે રાત્રે દેવાયત ખવડનો લોકડાયરો

- text


લોકડાયરામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડની સાથે વીમલ ભરવાડ અને નિકિતાબેન કાપડી પણ ડાયરાની રમઝટ બોલાવશે

હળવદ: હળવદ તાલુકાનાં ચરાડવા ગામે આજે ગાય માતાના મંદિર તથા ગોપાલ ભગત ગૌશાળાના ભૂમિપૂજન પ્રસંગે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે. આ પ્રસંગે સંતો-મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ હાજર રહેશે. હળવદ તાલુકાના ચરાડવા ગામે ગાય માતાના મંદિર તથા ગોપાલ ભગત ગૌશાળાના ભૂમિપૂજન પ્રસંગે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની હાલ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. આજે રાત્રે ચરાડવા ગામે યોજાનાર લોકડાયરામાં લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખાવડ લોકગાયક વિમલ બાંમ્ભાં, લોકગાયિકા નિકિતાબેન કાપડી સહિતના કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે. આજે ચરાડવા ગામે ગાય માતાના મંદિર તથા ગૌશાળાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ આજે સવારના સંતોના સામૈયા કરવામાં આવ્યા હતા. તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રીના ભવ્ય લોકડાયરો યોજાશે. આ લોકડાયરામાં સંતો-મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ સહિતના આગેવાનો જોડાશે ત્યારે લોકડાયરામાં મોટી સંખ્યામાં હાજર રહેવા ગોપાલ ભગત (ઠાકરધણી) ચરાડવા દ્વારા અપીલ કરાઇ છે.

- text