લુણસર ગામમાં મારામારીના મામલે ચાર આરોપીઓની ધરપકડ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં વાડીના શેઢા પાસે સીમેન્ટના થાંભલા નાખવાની બાબતે મારામારી થઈ હતી. આ બનાવમાં તાલુકા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલી છે.

બનાવની મળતી માહિતી મુજબ ફરિયાદી શામજીભાઇ મગનભાઇ ધોરાણીયા (ઉ.વ. ૫૮, રહે. લુણસર)ની વાડીની બાજુમાં આરોપીઓએ જમીનની માપણી શીટ વગર ફરીયાદીની વાડીના શેઢા પાસે સીમેન્ટના થાંભલા નાંખતા હતા. જેથી, ફરીયાદીએ આરોપીઓને થાંભલા નાંખવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપીને લોખંડના પાઇપ વતી ફરિયાદી અને ભીખાભાઇ મગનભાઇ સાથે મારામારી કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ પંકજભાઇ ખીમજીભાઇ કોળી, ખીમજીભાઇ ખોડીદાસભાઇ કોળી, દિનેશભાઇ લાલજીભાઇ કોળી, મણીલાલ ખોડીદાસ કોળી (રહે. બધા લુણસર)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

- text