બેંક ઓફ બરોડા દ્વારા ટીંબડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

- text


મોરબી : પ્રજાસત્તાક દિન નજીક હોય ત્યારે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ટીંબડી પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજી શાળામાં ધો. ૧ થી ૮માં અભ્યાસ કરતા તમામ ૨૧૬ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્કેચ પેન, મીણીયા કલર, પેન્સિલ બોક્સ, સાર્પનર, ઇરેઝર, પેડ તેમજ નોટબુક જેવી વિવિધ સ્ટેશનરીની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક કીટનું વિતરણ મોરબીની બેંક ઓફ બરોડાના AGM રંજનદાસ, ચીફ મેનેજર રાજુલભાઈ તથા પ્રકાશભાઈ ખટાણા (મોરબી S.S.I બ્રાન્ચ)ના હસ્તે વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું હતું. તેમજ તેઓએ સરકારની સુકન્યા યોજના તેમજ ‘બેટી બચાવો, બેટી ભણાવો’ જેવા વિષય ઉપર સૌને પ્રેરણા પૂરી પાડી હતી. આ તકે ટીંબડી પ્રા. શાળાના સ્ટાફગણે બેંક ઓફ બરોડાનો આભાર માન્યો હતો.

- text