માળીયા (મી.)ની જોશી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે અનોખો પ્રયોગ કરાયો

- text


માળીયા (મી.) : માળીયા (મી.)માં આવેલ જોશી પ્રાઇવેટ હાઇસ્કૂલ વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત હાજર રહે તે માટે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

- text

જોશી પ્રાઇવેટ હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓ સતત હાજર રહે તથા નજીવા કારણોસર ગેરહાજર ના રહે તેમજ વાલીઓમાં પણ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા બાબતે બેદરકારીના ના દાખવે, તે માટે નિયમિત હાજર રહેનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેના માટે શાળામાં છેલ્લા ચાર મહિનામાં એક પણ દિવસની ગેરહાજરી ના રાખીને સતત હાજર રહેનાર વિદ્યાર્થીઓને ગઈકાલે રોકડ રકમ રૂ. 500નો પુરસ્કાર આપી બિરદાવવામાં આવ્યા હતા. તેમજ અન્ય વિદ્યાર્થીઓને શાળામાં નિયમિત હાજર રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

- text