હરીપર ગામ પાસેથી આધુનિક ઢબે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ, એક બુટલેગર સહીત બેની અટકાયત

- text


માળીયા (મી.) : માળીયા તાલુકા પોલીસ દ્વારા હરીપર ગામ પાસે છેલ્લા બે દીવસથી જ શરુ થયેલ આધુનિક ઢબે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી. જેમાં બુટલેગર સહીત બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આ બનાવમાં પોલીસે આરોપીઓને પકડી ધોરણદારની કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે તા. 23 જાન્યુઆરીના રોજ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન તેઓને હરીપર ગામ પાસે ઇસમતઅલી ઉર્ફે ઇસ્માઇલ અબ્બાસભાઈ મોવર (રહે. મૂળ શાહીબાગ, અમદાવાદ, હાલ રહે. માળીયા કોળી વાસ, તા. માળીયા) તથા તેના સગા કાકાજી સસરા દિલાવર મહમંદભાઈ જામ (રહે. માળીયા) બંનેએ સાથે મળી ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ગાળે છે, તેવી બાતમી મળેલ હતી. જેના આધારે હરીપર ગામની ગોળાઈની સામેના ભાગે બાવળની ઝાડીમાં પાણીની પાપડી પાસે રેઇડ કરતા આ બંને આરોપીઓ ભઠ્ઠી પર હાજર મળી આવ્યા હતા. તેમજ તે જગ્યાએ દેશી દારૂ બનાવવાનો આથો લીટર 2000, કી.રૂ. 4000 તેમજ સડેલો ગોળ તથા ભઠ્ઠીના સાધનો, ઇલેક્ટ્રિક વાયર તથા એક વાહન એક્સેસ નં GJ-01-MP-6310 મળી કુલ રૂ. 28,100નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- text

આ ભઠ્ઠી ચલાવવા માટે આરોપીઓએ જાતે આશરે પાંચસો મીટર દૂરથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઈનના થાંભલામાંથી ગેરકાયદેસર લંગર નાખી વીજ કનેક્શન મેળવી ભઠ્ઠીવાળી જગ્યાએ હંગામી ડી.પી. ઉભી કરી જમીનમાં અર્થીંગ માટેની પ્લેટ ફીટ કરી અને ભઠ્ઠીનો દારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતા ડબલ બેરલની બુંગીમાં હીટર ફીટ કર્યું હતું. જેથી, આથો તાત્કાલિક ગરમ થાય અને ગરમ આથો તૈયાર થઇ તેમાંથી તૈયાર ગરમ દારૂ બાજુમાં બીજા બેરલમાં કુલિંગ માટેની સિસ્ટમ ફીટ કરવામાં આવી હતી. જેથી, ગરમ દારૂ તાત્કાલિક ઠંડો થઇ જાય. આમ, આવી વ્યવસ્થા કરી આધુનિક ઢબથી ચલાવતી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ ગયેલ છે.

આ બનાવમાં પકડાયેલા બંને આરોપીઓ પૈકી ઇસમતઅલી બુટલેગર છે. જે મૂળ અમદાવાદનો છે પણ છેલ્લા ત્રણ વર્ષથી માળિયામાં રહે છે. તેણે એમેઝોન ઓનલાઇન પરથી અર્થીંગ પ્લેટ તથા હિટરની ખરીદી કરી તરકીબ અજમાવી ગુનો આચરેલ છે. અને છેલ્લા બે દિવસથી જ ભઠ્ઠી ચાલુ કરેલ હતી તેવામાં માળીયા પોલીસ દ્વારા પકડાઈ ગયેલ છે.

- text