હરીપર પ્રાથમિક શાળાના શિક્ષિકાને ફરજમુક્ત કરાતાં ગામલોકોનો ઉગ્ર વિરોધ

- text


વિરોધ દર્શાવવા માટે વિદ્યાર્થીઓને શાળાએ ના મોકલવાનો નિર્ણય

માળીયા (મી.) : માળીયા (મી.)ના હરીપર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હસીનાબેન પાયકને શિક્ષણ વિભાગ દ્વારા ફરજમુક્ત કરવામાં આવ્યા છે. જે નિર્ણય માટે ગામલોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જે માટે ગઈકાલે ગામલોકોએ વિદ્યાર્થીઓને શાળાએ ના મોકલવાનો નિર્ણય લીધો છે.

- text

હરીપર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હસીનાબેન પાયકને શિક્ષણ વિભાગ દ્વારા ફરજમુક્ત કરી માળીયા તાલુકા પંચાયતમાં હાજર રહેવાની નોટીસ પાઠવવામાં આવી છે. આ નિર્ણયનો ગામલોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. ગઈકાલે સરપંચ જેશીગભાઈ સહિતના ગામના અગ્રણીઓએ અને શિક્ષકો અને ગ્રામજનોની હાજરીમાં તે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગામી તા. ૨૫/૦૧/૨૦૨૦ શનિવાર સુધી શાળાએ ના મોકલવાનો નિર્ણય બેઠકમાં કરવામાં આવ્યો છે. જેના પગલે ગઈકાલે શાળામાં માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમજ ગામલોકોએ શિક્ષિકાને ફરીથી ફરજ ઉપર રાખવાની માંગ કરી છે.

- text