પીપળી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવાશે

- text


મોરબી : દેશના 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તા. 26મી જાન્યુઆરીના રોજ રવિવારે સવારે 9 કલાકે પીપળી ગામની પીપળી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મોરબી તાલુકાના મામલતદાર ડી. જે. જાડેજાના વરદ્દ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ મામલતદાર દ્વારા ઉદબોધન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં સિવિલ અધિકારીઓએ રાષ્ટ્રીય પોશાક તથા પોલીસ અધિકારીઓએ ગણવેશના પોશાકમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. આ તકે ગામના તમામ નાગરિકોને નાયબ મામલતદાર (મહેસુલ), મામલતદાર કચેરી તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text