બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ભાવનગરના ગઢડાના યુવકનું સારવાર દરમ્યાન મોત

- text


મોરબી : કંડલા બાયપાસ નજીક આવેલી રવિરાજ ચોકડી પાસે મંગળવારે બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રૂપે ઘાયલ થયેલા ભાવનગરના ગઢડા તાલુકાના યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

- text

મંગળવારે મોરબીના કંડલા બાયપાસ રોડ સ્થિત રવિરાજ ચોકડી પાસે આવેલા યોગેશ્વર સ્ટીલ નામની ફેકટરી સામે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રૂપે ઘાયલ હર્ષદભાઈ સરવૈયા ઉં.વ. 35 રહે. દશાદ ગામ, તા. ગઢડા, જી.ભાવનગર વાળાને 108 મારફત બેશુદ્ધ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે હર્ષદભાઈને મૃત જાહેર કરતા તેઓના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. તાલુકા પો.મથકના હેડ.કોન્સ. જે.એમ.જાડેજાએ અકસ્માતના કાગળો તૈયાર કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text