ટંકારા : તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી

- text


108 એમ્બ્યુલન્સ મારફત બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ વોકળામાંથી આજે તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આ નવજાત બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના નેકનામ ગામે સીમમાં આવેલા વોકળામાંથી કોઈ અજાણી સ્ત્રીએ નવજાત બાળકીને જન્મ આપીને તરછોડી દીધેલી હાલતમાં આ નવજાત બાળકી આજે ત્યાંથી મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ટંકારા 108 એમ્બ્યુલન્સના ડો. રુદ્રાબેન અને પાયલોર છેલુભાઈ અને કેતનસિંહ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમજ આ બનાવને પગલે ગ્રામજનો પણ એકઠા થઇ ગયા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે આ નવજાત બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ છે. આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ સ્ટાફ ઘટનસ્થળે દોડી ગયો હતો અને બીટ જમાદાર ફિરોજખાન પઠાણે આ નબજાત બાળકીને કોણ જન્મ આપીને અહીં ત્યજી ગયું તે અંગે તપાસ હાથ ધરી છે. જો કે અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા ફૂલ સમાન નવજાત બાળકી જન્મ આપીને અહીં આવી કડકડતી ઠંડીમાં ત્યજીને ફરાર થઈ જતા આ મામલે તેમના પર ફિટકાર વરસી રહ્યો છે.

- text