મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

- text


આ તાલીમમાં હળવદ, વાંકાનેર, મોરબી તાલુકાના 125થી વધારે ખેડૂતોએ ભાગ લીધો

વાંકાનેર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે મરી મસાલા પાકોમાં મૂલ્યવર્ધન એ વિષય ઉપર એક દિવસનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં હળવદ, વાંકાનેર, મોરબી તાલુકાના 125થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને શાકભાજી સંશોધન કેન્દ્ર જુનાગઢના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં હળવદ, વાંકાનેર, મોરબી તાલુકાના 125થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડુતોને તેની ઉપજની કિંમત કઈ રીતે વધુ મળે અને તેની આવકમાં વધારો થાય એ હેતુસર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો.વી.વી. રાજાણી વિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ડો.એ.એમ. પરખિયા જૂનાગઢ યુનિવર્સિટી બોર્ડ સભ્ય સંશોધન વૈજ્ઞાનિક (શાકભાજી) જૂનાગઢ, ડો. ડી.એસ. હીરપરા સંશોધન વૈજ્ઞાનીક (સૂકી ખેતી) તરઘડિયા અને ડી.એ.સરડવા સિનિયર સાયન્ટિસ્ટ કેવિકે મોરબી દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text