મોરબી : સહાનુભૂતિ નહિ સ્વીકૃતિ આપોના નાદ સાથે દિવ્યાંગ બાળકોની રેલી યોજાઈ

- text


માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળાના બાળકોએ પ્રજાસત્તાક દિન નિમિતે યીજાનાર સાંસ્કૃતિક કાર્યક્મો નિહાળવા માટે મોરબી શહેર ઉમટી પડે તે માટે રેલી યોજાઈ

મોરબી : મોરબીમાં માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા આજે રેલી યોજાઈ હતી. જેમાં ‘અમને સહાનુભૂતિ નહિ, સ્વીકૃતિ આપો’ના નાદ સાથે દિવ્યાંગ બાળકોની રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરી હતી. માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળાના બાળકોએ પ્રજાસત્તાક દિન નિમિતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્મો નિહાળવા માટે મોરબી શહેર ઉમટી પડે તે માટે રેલી યોજાઈ હતી. મોરબીના શનાળા રોડ ઉપર જીઆઈડીસીના નાકા પાસે આવેલ માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા દ્વારા અનેક દિવ્યાંગ બાળકોનું કાળજીપૂર્વક જતન કરવામાં આવે છે. આ દિવ્યાંગ બાળકોના શારીરિક-માનસિક વિકાસ અને તેઓ પણ સામાન્ય બાળકની જેમ જ જીવન ગુજારી શકે તેવા સઘન પ્રયાસો કરાઈ છે અને આ દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકો જેવી જ તાલીમ આપીને તેમને વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ કરવા માટે પ્રેરવામાં આવે છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આ દિવ્યાંગ બાળકોને દ્વારા દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિની ગરીમાને ઉજગર કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં દિવ્યાંગ બાળકો પોતાનું અદભુત પર્ફોર્મન્સ રજૂ કરશે ત્યારે આ કાર્યક્રમો નિહાળવા માટે મોટી સંખ્યા લોકો આવી દિવ્યાંગ બાળકોની કલા શક્તિને સહાનુભૂતિની દષ્ટિએ નહિ પણ ખરા અર્થમાં બિરદાવે અને તેમને પણ સમાજમાં સામાન્ય બાળકો જેવું જ સ્થાન મળે તેવા હેતુસર આજે મોરબીના જીઆઇડીસીના નાકા પાસેથી માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા દ્વારા સવારે રેલી કાઢવામાં આવી હતી. જેમાં ટ્રેકટર જેવા વાહનોમાં બેસી દિવ્યાંગ બાળકોએ રેલી સ્વરૂપે મોરબીના મુખ્ય માર્ગો ઉપર ફરી તેમના દ્વારા 26મી જાન્યુઆરીએ યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નગરજનોને ઉમટી પડી અમને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપો તેવી ઉમદા ભાવના વ્યક્ત કરી હતી.

- text