મોરબીમાં યુવતીએ ધૂન-ભજન દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરી

- text


મોરબી : મોરબીમાં રવાપર રોડ પર આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા દિશાબેન મનસુખભાઇ ચીખલીયાએ આજે તા. 22 જાન્યુઆરીના રોજ તેઓના જન્મદિવસ નિમિત્તે જન્મદિવસની અનોખી ઉજવણી કરવાના હેતુસર તેઓના ઘરે ધૂન-ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે જન્મદિવસની ઉજવણી દરમિયાન વાતાવરણ ભક્તિમય બન્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ દિશાબેનને જન્મદીવસની શુભેચ્છા પાઠવી હતી.

- text